Advertisement |
Multiply any two-digit number with 99
બે અંકની કોઈપણ સંખ્યાને 99 વડે ગુણવાની સરળ પદ્ધતિ, જે આપને બનશે સરકારી નોકરીની પરીક્ષામાં ઉપયોગી.
જેમકે:
ઉદાહરણ-1 : 14 X 99 :
14માંથી 1 બાદ કરો એટલે 13 મળશે. આ 13ને જવાબમાં ડાબીબાજુએ લખો.
પછી આ 13ને 99 માંથી બાદ કરો એટલે આપણને 86 મળશે.
આ 86ને જવાબમાં 13ની જમણી બાજુએ લખો.
આમ, 14 X 99 = 1386 મળશે.
ઉદાહરણ-2 : 65 X 99 :
65માંથી 1 બાદ કરો એટલે 64 મળશે. આ 64ને જવાબમાં ડાબીબાજુએ લખો.
પછી આ 64ને 99 માંથી બાદ કરો એટલે આપણને 35 મળશે.
આ 35ને જવાબમાં 64ની જમણી બાજુએ લખો.
આમ, 65 X 99 = 6435 મળશે.
ઉદાહરણ-3 : 59 X 99 :
59માંથી 1 બાદ કરો એટલે 58 મળશે. આ 58ને જવાબમાં ડાબીબાજુએ લખો.
પછી આ 58ને 99 માંથી બાદ કરો એટલે આપણને 41 મળશે.
આ 41ને જવાબમાં 58ની જમણી બાજુએ લખો.
આમ, 59 X 99 = 5841 મળશે.
આમ આ રીતે આપ ગમે તે બે આંકની સંખ્યાને 99 વડે સરળતાથી ગુણી શકો છો.
0 comments: