Advertisement |
બાળકોને રસી આપવા બાબતે- તેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ને ચાલો સવાલો દ્વારા સમજીયે
સવાલ (1): બાળકો ને કઈ રસી આપવામાં આવશે?
જવાબ: બાળકોને ભારત બાયોટેક ની કોવેક્સિન આપવામાં આવશે.
સવાલ (2): કેટલી ઉંમર ના બાળકો ને રસી આપવામાં આવશે?
જવાબ: હાલ 15થી 18 વર્ષના બાળકોને જ રસી આપવામાં આવશે.
જે બાળકો નો જન્મ 2007માં અથવા તે પેહલા થયેલ હશે તેમનેજ રસી આપવામાં આવશે.
15વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હાલ કોઈ રસી નથી.
સવાલ (3): કોવીન એપ પર કઈ રીતે રજીસ્ટ્રેશન કરી શકાશે?
જવાબ:
તબક્કો-1: ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે સૌ પ્રથમ કોવીન એપ્લિકેશન પાર જવું.
તબક્કો-2: અપને આપના મોબાઈલ નંબર થી લોગ ઈન કરવું.
તબક્કો-3: રજીસ્ટ્રેશન માટે એક ફોટો આઈડી પ્રુફ નું જરુરુ પડશે.
તબક્કો-4: ત્યારબાદ આપ આપનો સ્લોટ બુક કરી શકશો.
સવાલ (4): બુકીંગ પ્રક્રિયા ક્યારથી ચાલુ થશે?
જવાબ: બુકીંગ પ્રક્રિયા 1 જાન્યુઆરી થી ચાલુ થશે.
સવાલ (5): રજીસ્ટ્રેશન માટે કયું ફોટો આઈડી પ્રુફ જોઈશે?
જવાબ: બાળકો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ અથવા ચૂંટણી કાર્ડ જેવા પ્રુફ નથી હોતા, તેથી બાળકો નું રજીસ્ટ્રેશન તેના આધારકાર્ડ થી કરવાનું રહેશે.
જો આધારકાર્ડ ના હોય તો રજીસ્ટ્રેશન શાળા ના આઈડીકાર્ડ થી પણ કરી શકાય છે.
તથા ઓનલાઇન સિવાય સેન્ટર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.
સવાલ (6): બાળકો કયા ફોન નંબર થી રજીસ્ટ્રેશન કરી શકે છે?
જવાબ: બાળકો પોતાના ફોન નંબરથી રજીસ્ટ્રેશન કરી શકે છે. જો બાળક પાસે પોતાનો નંબર ના હોય તો એ માતા-પિતાના નંબર થી પણ રજીસ્ટ્રેશન કરી શકે છે.
સવાલ (7): એક નંબર થી કેટલા લોકો નું રજીસ્ટ્રેશન કરી શકાય છે?
જવાબ: એક નંબર થી 4 લોકો નું રજીસ્ટ્રેશન કરી શકાય છે?
રજીસ્ટ્રેશન માટે નવા નંબરનો પણ ઉપયોગ કરી શકાય છે.
રસી લીધેલ માટે તેના પ્રમાણપત્ર મેળવવા નીચે આપેલ લિંક પાર ક્લીક કરો
0 comments: