Advertisement |
91 થી 99 વચ્ચેની કોઈપણ 2 સંખ્યાનો ગુણાકાર કરવાની સરળ પદ્ધતિ
A simple method of multiplying 2 numbers by anyone between 91 and 99
91 થી 99 સુધીની સંખ્યાના ગુણાકાર માટે આપણે 100ને આધાર લઈશું.
કોયડો: 1
91×92=?
તબક્કો 1- આધાર લીધેલ 100 માં કેટલા ઓછા છે?
અહીં આધાર 100 હોવાથી 91 માટે 100માં 09 ઓછા છે જ્યારે 92 માટે 100માં 08 ઓછા છે..
તબક્કો 2 - હવે આ બન્ને સંખ્યાનો ગુણાકાર લખો. એટલે કે 09 અને 08 નો ગુણાકાર 72 થાય છે.
આ ગુણાકાર જવાબમાં જમણી બાજુ લખો. એટલે કે 72ને જવાબમાં જમણી બાજુ લખો.
તબક્કો 3 - 91 માંથી 8 બાદ કરો અથવા 92 માંથી 9 બાદ કરો. એટલે જવાબ 83 મળે છે.
આ રકમને જવાબમાં ડાબી બાજુએ લખો. એટલે કે 83ને 72ની આગળ લખો.
વૈદિક ગણિતમાં આપનું સ્વાગત છે.
આમ, જવાબ 91×92 = 8372 આવે.
કોયડો: 2
94×96=?
તબક્કો 1- આધાર લીધેલ 100 માં કેટલા ઓછા છે?
અહીં આધાર 100 હોવાથી 94 માટે 100માં 06 ઓછા છે જ્યારે 96 માટે 100માં 04 ઓછા છે..
તબક્કો 2 - હવે આ બન્ને સંખ્યાનો ગુણાકાર લખો. એટલે કે 06 અને 04 નો ગુણાકાર 24 થાય છે.
આ ગુણાકાર જવાબમાં જમણી બાજુ લખો. એટલે કે 24ને જવાબમાં જમણી બાજુ લખો.
તબક્કો 3 - 94 માંથી 4 બાદ કરો અથવા 96 માંથી 6 બાદ કરો. એટલે જવાબ 90 મળે છે.
આ રકમને જવાબમાં ડાબી બાજુએ લખો. એટલે કે 90ને 24ની આગળ લખો.
વૈદિક ગણિતમાં આપનું સ્વાગત છે.
આમ, જવાબ 94×96 = 9024 આવે.
કોયડો: 3
97×98=?
તબક્કો 1- આધાર લીધેલ 100 માં કેટલા ઓછા છે?
અહીં આધાર 100 હોવાથી 97 માટે 100માં 03 ઓછા છે જ્યારે 98 માટે 100માં 02 ઓછા છે..
તબક્કો 2 - હવે આ બન્ને સંખ્યાનો ગુણાકાર લખો. એટલે કે 03 અને 02 નો ગુણાકાર 06 થાય છે.
આ ગુણાકાર જવાબમાં જમણી બાજુ લખો. એટલે કે 06ને જવાબમાં જમણી બાજુ લખો.
તબક્કો 3 - 97 માંથી 2 બાદ કરો અથવા 98 માંથી 3 બાદ કરો. એટલે જવાબ 95 મળે છે.
આ રકમને જવાબમાં ડાબી બાજુએ લખો. એટલે કે 95ને 06ની આગળ લખો.
વૈદિક ગણિતમાં આપનું સ્વાગત છે.
આમ, જવાબ 97×98 = 9506 આવે.
આપ આ રીતે 90 થી 99 વચ્ચે આવેલ 2 સંખ્યાનો ગુણાકાર એકદમ સરળ રીતે કરી શકો છો.
છેને મજેદાર રીત, આવીજ રીતે આપણે અલગ અલગ પદ્ધતિ શીખતાં રહીશુ.
0 comments: